Posts

Showing posts from July, 2023

રામાપીર ની આરતી

  રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ, નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ હો પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં; ઘર અજમલ અવતાર લીયો બાબા રામદેવની આરતી હોલાંછાને સગુણા ઉતારે ધણીની આરતી; હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે પીર રામદેવની આરતી હો ગંગાને જમના વહે સરસ્વતી; રામદેવ બાબા ત્યાં સ્નાન કરે પીર રામદેવની આરતી ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે; ઝાલરની રણકાર પડે બાબા રામદેવની આરતી હો માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા; ધૂપ ગૂગળના મહેકાર કરે પીર રામદેવની આરતી હો દૂર દૂર દેશથી આવે તારી રે જાતરા; સમાધી આગળ નમન કરે પીર રામદેવની આરતી હરિના ચરણે ભાથિ હરજી તો બોલ્યા; નવખંડમાં તારા નેજા રે ફરકે બાબા રામદેવની આરતી પીર રામદેવની આરતી   

દશામાં આરતી Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા Dashamani-Aarti દશામાં વ્રત દશામાંનો થાળ dashama no thal

Image
                         દશામાં આરતી          દિવડા ઝગમગ ઝગમગ થાય      આરતી દશામાની થાય માંડી અમે લાવ્યા છે સાઢણીની જોડ માંડી તમે બેસો તો આનંદ થાય                                  દિવડા ઝગમગ ઝગમગ થાય  માંડી અમે લાવ્યા છે ચુંદડી ની જોડ માંડી તમે ઓઢો તો આનંદ થાય                                    દિવડા ઝગમગ ઝગમગ થાય માંડી અમે લાવ્યા છે સોળે શણગાર માંડી તમે પહેરોતો આનંદ થાય                                  દિવડા ઝગમગ ઝગમગ થાય માંડી અમે લાવ્યા છે પૂજાનો થાળ માંડી તમને ચડાવતા આનંદ થાય                                     દિવડા ઝગમગ ઝગમગ...