બાર બીજની યાદી -2026/રામાપીર ની આરતી
રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ,
નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ
હો પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં;
ઘર અજમલ અવતાર લીયો
બાબા રામદેવની આરતી
હોલાંછાને સગુણા ઉતારે ધણીની આરતી;
હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે
પીર રામદેવની આરતી
હો ગંગાને જમના વહે સરસ્વતી;
રામદેવ બાબા ત્યાં સ્નાન કરે
પીર રામદેવની આરતી
ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે;
ઝાલરની રણકાર પડે
બાબા રામદેવની આરતી
હો માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા;
ધૂપ ગૂગળના મહેકાર કરે
પીર રામદેવની આરતી
હો દૂર દૂર દેશથી આવે તારી રે જાતરા;
સમાધી આગળ નમન કરે
પીર રામદેવની આરતી
હરિના ચરણે ભાથિ હરજી તો બોલ્યા;
નવખંડમાં તારા નેજા રે ફરકે
બાબા રામદેવની આરતી
પીર રામદેવની આરતી
બાર બીજની યાદી -2026.
કારતક સુદ-૨ - ગુરુવાર - તા. ૨૩-૧૦-૨૦૨૫
માગસર સુદ-૨ - શનિવાર - તા. ૨૨-૧૧-૨૦૨૫
પોષ સુદ-૨ - સોમવાર - તા. ૨૨-૧૨-૨૦૨૫
મહા સુદ-૨ - મંગળવાર - તા. ૨૦-૦૧-૨૦૨૬
ફાગણ સુદ-૨ - ગુરુવાર - તા. ૧૯-૦૨-૨૦૨૬
ચૈત્ર સુદ-૨ - શુક્રવાર - તા. ૨૦-૦૩-૨૦૨૬
વૈશાખ સુદ-૨ - રવિવાર - તા. ૧૯-૦૪-૨૦૨૬
અધિક જેઠ-૨ - સોમવાર - તા. ૧૮-૦૫-૨૦૨૬
જેઠ સુદ-૨ - મંગળવાર - તા. ૧૬-૦૬-૨૦૨૬
અષાઢ સુદ-૨ - ગુરુવાર - તા. ૧૬-૦૭-૨૦૨૬
શ્રાવણ સુદ-૨ - શુક્રવાર - તા. ૧૪-૦૮-૨૦૨૬
ભાદરવા સુદ-૨ - રવિવાર - તા. ૧૩-૦૯-૨૦૨૬
આસો સુદ-૨ - સોમવાર - તા. ૧૨-૧૦-૨૦૨૬, -
Comments
Post a Comment