જોધલપીર સમાધિ સ્થાન કેસરડી,મંદિરનું વર્ણન Jodhalpir Temple Samadhi Sthan Keshardi

જોધલપીર સમાધિ સ્થાન કેસરડી 
 નળ કાંઠે નર જાગીયા બળીયા બાહુવીર ,પાણી માં જાળ બાળીયા પ્રગટ જોધલપીર
•સંવત ૧૩૧૬ માં જોધલપીર બાપા ચૈત્ર સુદ પુનમ શુક્રવાર પ્રાગટ્ય 
•માતા ટાંકું માતા પિતા દેવા ભગત 
•અસ્પૃશ્યતા , અંધશ્રધ્ધા , કુરીવાજો જડમૂળમાથી નષ્ટ કરનાર જોધલપીર 
•ભગવાન જોધલપીર ના વાર્ષિક ત્રણ મહત્વના ઉત્સવો આવેલ છે 
૧) ચૈત્ર સુદ પુનમ , જોધલપીર બાપા પ્રાગટ્ય
૨) અષાઢ સુદ પૂનમ  ગુરુ પુર્ણિમા 
આસો સુદ નવરાત્રી નોમ અને વિજયાદશમી દશેરા
•કેસરડી જોધલપીર સમાધિ સ્થાન તા . બાવળા જિ . અમદાવાદ

સંતશ્રી જોધલપીર મંદિરનું વર્ણન

અમદાવાદથી પશ્ચિમ દિશાએ ૬૨ કિ.મી. દૂર બાવળા તાલુકામાં સંત જોધલપીરનું ગામ કેસરડી આવેલું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકમાં પીર અને તેમનું ગામ પીર સેવા કાર્યોથી ભૂતકાળમાં તેમજ હાલમાં શરણાઈના સૂર સમું ગૂંજી રહ્યુ. છે. પીરના દર્શને આવનાર તેમજ સાથે સત્સંગ અર્થે આવનાર હરિભક્તો ને સદઉપદેશ પતાં તેથી ભાવિકો જીજ્ઞાસુઓ પીરના વચનામૃત ગ્રહણ કરી કેટલાંક ભક્તજનો આચારણમાં મૂકી જીવનની ધન્યતા અનુભવતા હતા. તદ્ઉપરાંત અતિથિઓને મીઠો આવકારો આપી તેમનું સન્માન કરતા ખરેખર પીર એક પરમહંસ અને દિવ્ય ઓલીયા પુરુષ હતા. મહાન સંતોમાં પણ તે સમાન હતા.

સંત જોધલપીરની અદ્ભૂત સેવાઓ અને તમના પરચાઓની ખ્યાતિ સાંભળતા મને અનહદ આનંદ થયો કે આવા મહાન પરચાધારી પીન હિન્દુ કે મુસલમાનને દયા દૃષ્ટી નજરમાં એક સરખા જ રાખતા હતા. તેઓ શ્રી જનકલ્યાણ અર્થે પોતે પરિશ્રમ કરી હંમેશા માનવ સેવા કરતા તત્પર રહેતા હતા. આ મહાન પીર પયગંમ્બર વણકર સમાજ માટે ગૈરવવંતો ઈતિહાસ ફુલોની મહેંકતી સુવાસ સમો મૂકતો ગયા છે. તો આવો આપણે એ મહાપુરુષ ઓલીયાને યાદ કરીએ તેમનો બહોળો પ્રચાર કરીએ તેમજ તેમનું આપણાં પર ઋણ છે તે અદા કરીએ અરે આપણે ઈતિહાસ જોઈએ તો તેમાં તેમણે ઉંચ-નીચ, ગરીબ- તવંગર કે નાત જાતના કોઈ ભેદભાવ આખ્યા નથી. તેમણે તો “જન સેવા એ પ્રભુ સેવા” ગણી માનવ કલ્યાણના મૂલ્યો અંકિત કર્યા અને ભાવિકોને સ્વાધિન २द्या.

ૐ જોધલપીર જ્યોતિ સદા તમને કૃષ્ણ કહુ કે રામ, ભક્તોને ભીડે પધારતા ધર્યું જાહેરમાં જોધલપીર નામ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના વળકાંઠામાં આવેલ કેસરડી નાનું ગામ ત્યાં સંત જોધલપીરનો જન્મ સંવત ૧૩૧૬ ચૈત્ર સુદ પૂનમ એને સમાધિ સંવત ૧૩૭૮ આસો સુદ દશમ (દશેરા) જ્યારે પણે મંદિરના દરવાજામાં પેસતા જમણી બાજુ ગોવિંદબાપુની સમાધિ આવેલી છે. દરવાજાની સામે બાપુશ્રી કાળુપીરની સમાધિ આવેલી છે. જાદવ પીરતે બાપુશ્રીએ પદ આપ્યું તેમની સમાધિ દીવાલની નીચે અર્ધી અંદર અને પેલી બાજુ એ રીતે આવેલ છે. આ બધી સમાધિઓ ઉપર રંગબેરંગી મખમલની ચાદરો ઓઢાડેલ છે. જોધલપીરની સમાધઇ છત ઉપર જરી ભરેલ કીનખાબની ચાદર બાંધવામાં આવી છે.

જોધલપીરના મંદિરનો દેખાવ હિન્દુ દેવસ્થાન જેવો લાગે છે. જ્યારે મંદિરનો ધુમ્મટ મસ્જિદના ઘુમ્મટ જેવો જણાય આવે છે. મંદિરના ઝરૂખા ઈસ્લામી સલ્તનતના બાંધકામ જેવા લાગે છે.

આ મંદિરમાં સવાચાર એકર ખુલ્લી જમીન આવેલી છે. આરતી વખતે ઘંટારવ કરવા માટે બે માટા ધંટ લટકાવેલા છે. ધંટનાદ આરતિમાં કર્ણપ્રિય લાગે છે. નગારા ઢોલ તથા દિવ્યજ્યોર્તિ ધરવા માટે ૩-૩ ફૂટની ચાંદીની દીવડીઓ છે. જોધલપીરની સમાધિ ઉત્તર દક્ષિણ તરફ છે. પીરને સફેદ અને પચરંગી ધજા ચઢાવવા માટે ૪૦+૪૦ ઉંચા સ્થંભની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની ચારે બાજુ ઈંટોનો પાકો કોટ ચણવામાં આવ્યો છે. મંદિરની ઉત્તર દિશાએ યાત્રાળુઓ માટે પાણીની મોટી બે ટાંકીઓ કરવામાં આવી છે. જે મેળાના સમયે ઘણી જ ઉપયોગી થઈ પડે છે. મંદિરની દક્ષિણે ધરમશાળઆ આવેલી છે. દરવાજાની પૂર્વ દિશાએ વીર હનુમાનજીની ભવ્ય મૂર્તિ આવેલી છે. મંદિરની આગળ કૂવો આવેલો છે. પીરની યશગાથા આ રીતે જોવામાં આવે છે.

મંદિરની દક્ષિણ વણકરવાસ આવેલો છે. મંદિરમાં લોખંડના સળીયાવાવો દરવાજો છે. મંદિરમાં પ્રવેશ કરવા પ્રથમ દરવાજે ૧૦ પગથીયા ચઢવાના હોય છે. મંદિરમાં ભવ્ય તુલશી ક્યારો આવેલો છે. હાલમાં આશરે ૪૦ જેટલા મકાનો છે. જોધલપીરના છડીદાર બ્રાહ્મણોના બે ઘર આવેલા છે. પીરના આશીર્વાદથી ૮૧ પાઘડી નામકરણ છે. આ ગામ કેસરડીમાં મોચી કોમના લોકોરહી શકતા નથી. આસો સુદ નોમના દિવસે મંદિર તરફથી યાત્રાળુઓનું સમૂહ ભોજન થાય છે. તેમા હિન્દુ, મુસ્લમાન વિગેરે અઢારે વર્ણના લોકો નાત-જાતના ભેદભાવ ભૂલી સંત શ્રી જોધલપીરના નેજા નીચે સમૂહ પ્રસાદ આરોગે છે.

𝕾𝖍𝖚𝖇𝖍𝖆𝖒 𝕾𝖚𝖗𝖆𝖙𝖎 Amroli 
𝙇𝙞𝙠𝙚 𝙨𝙝𝙖𝙧𝙚 𝙛𝙤𝙡𝙡𝙤𝙬 𝙘𝙤𝙢𝙢𝙚𝙣𝙩 𝙨𝙪𝙗𝙨𝙘𝙧𝙞𝙗𝙚


x

Comments

Popular posts from this blog

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

Happy birthday Tapi Mata