RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

 💢 RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન 


RIGHT TO EDUCATION

RTE યોજનામાટે જરૂરી પુરાવા-

ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

ક્રમ દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત

1 રહેઠાણ નો પુરાવો - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ

જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.

(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

5 વાલીની આવકનું પ્રમાણપત્ર આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે

અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.

6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા

નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના

કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો,

નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા

વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.

7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

8 અનાથ બાળક જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

10 બાલગૃહના બાળકો જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

13 ખાસ જરૂરિયાતવાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

16 સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે

સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે

વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું

સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવો.

18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ

19 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ

20 બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

21 સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન

ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું

સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

Web Site:- www.rte.orpgujarat.com

આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે

રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ /પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.

(નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).

પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

(સેલ્ફ ડીકલેરેશનનો નમૂનો વેબસાઈટનાં હોમપેજ પરથી મેળવી લેવો)

પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.

ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.

ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

 🔸અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.

🔸 દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

🔸 લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE  હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ. 

🔸 RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.

RTE help line number 

https://rte.orpgujarat.com/Content/Docs/District_Wise_Help_Line_Numbers.pdf








Comments

Popular posts from this blog

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

Happy birthday Tapi Mata