ધો 1થી8 મફત શિક્ષણ,RIGHT TO EDUCATION
https://youtube.com/@shubhamsuratiamroli9444?si=dw_9nmACsgaUoivq
RTE યોજનામાટે જરૂરી પુરાવા-
🔸બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
🔸 બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ
🔸 બાળક ના 2 ફોટા
🔸 બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો
🔸 બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ
🔸 બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો
🔸બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર
🔸બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક
જિલ્લા / મહાનગરપાલિકા વિસ્તારના
RTE હેલ્પ સેન્ટરનું નામ, સરનામું અને
1 AHMEDABAD CORPORATION (CITY) District Education Office, Ambawadi, Hatheesing Colony, Ahmedabad 9978722526
2 AHMEDABAD (RURAL) District Panchayat Office, Opp. Police Headquarters, Bhadra, Ahmedabad 9825569019
3 AMRELI District Education Office, Amreli 6352026599
4 ANAND District Education Office, Anand 9727723912
5 ARAVALLI District Education Office, Modasa, Aravalli 9099963331
6 BANASKANTHA District Education Office, Palanpur 9825366236
7 BHARUCH District Education Office, Bharuch 02642237624
8 BHAVNAGAR (RURAL) District Education Office, Bhavnagar 9426266550
9 BHAVNAGAR CORPORATION (CITY) District Education Office, Bhavnagar 2872246520
10 BOTAD District Education Office, Botad 9825766731
11 CHHOTAUDEPUR District Education Office, Chhota Udaipur 9427620300
12 DAHOD District Education Office, Dahod 9825907907
13 DEVBHUMI DWARKA District Education Office, Khambhalia 9426628477
14 GANDHINAGAR CORPORATION (CITY) District Education Office, Sector-11, Gandhinagar 07923220314
15 GIR SOMNATH District Education Office, Veraval 9426266530
16 JAMNAGAR (RURAL) District Education Office, Jamnagar 9925558771
17 JAMNAGAR CORPORATION (CITY) District Education Office, Jamnagar 02882553321
18 JUNAGADH District Education Office, Junagadh 9825363091
19 KHEDA District Education Office, Kheda 02682550273
20 KUTCH District Education Office, Bhuj, Kutch 02832255699
21 MAHESANA District Education Office, Mehsana 02762255300
22 MAHISAGAR District Education Office, Lunawada, Mahisagar 02676225950
23 MORBI District Education Office, Morbi 9825766630
24 NARMADA District Education Office, Rajpipla, Narmada 9631571082
25 NAVSARI G R Vidya Mandir Satem, TA Navsari, DI Navsari 9631613177
26 PANCHMAHAL District Education Office, Godhra, Panchmahal 9825772600
27 PATAN District Education Office, Patan 9825168027
28 PORBANDAR District Education Office, Porbandar 9825507604
29 RAJKOT (RURAL) District Education Office, Rajkot 9825525581
30 RAJKOT CORPORATION (CITY) Shaheed Bhagat Singh School, Bhupendra Road Near Jubilee Bagh, Rajkot 02812236787
31 SABARKANTHA District Education Office, Himmatnagar 9721098850
32 SURAT (RURAL) Panchayat Office, Behind Lancers Army School, Vesu, Surat 9727577178
33 SURAT CORPORATION (CITY) District Education Office, Nanpura, Surat 9825167922
34 SURENDRANAGAR District Education Office, Surendranagar 02828280059
35 TAPI District Education Office, Tapi 9426252297
36 VADODARA CORPORATION (CITY) District Education Office, Vadodara 02652464103
37 VALSAD District Education Office, Valsad 9727752300
38 VADODARA (RURAL) District Education Office, Vadodara 9998006767
1)ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શુ કરવું?
= ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.
2)RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?
= નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.
1. પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
2. આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભમળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાના બાળકને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
3. એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
3)જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?
= બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
- આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેરાન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
4)રાજય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે ?
=સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
5)જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે ?
=ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.
6)શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શુ કરશો?
=ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.
7)RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?
= RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાના રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.
8)RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે?
=ઉપરોક્ત દર્શાવેલ ૮,૯,૧૧,૧૨ અને ૧૩ નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૧/૪૩૭/અ-૧, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/૧૫૨૦૧૧/૯૮/ગ, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ આવક મર્યાદા લાગુ પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
9)RTE હેઠળ પ્રવેશ મેળવવા પ્રવેશ માટે વય મર્યાદા કેટલી છે?
=શિક્ષણ વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/૦૪/પીઆરઆઈ/૧૨૨૦૧૯/સીફા-૨૧-૬ મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી ધોરણ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ૧લી જૂનના રોજ પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.
10)RTE હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમ પસંદ કરી શકાય?
=આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો. એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.
11)શાળા ફાળવણી કેવી રીતે થશે?
=શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવલ કેટેગરીના અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
1. અનાથ બાળક
2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
3. બાલગૃહના બાળકો
4. બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
5. મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
6. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
8. જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
9. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
10. ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો
11. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
13. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો
દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે, જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહી હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.
12)મને કઈ શાળામાં પ્રવેશ મળશે?
=આપની કેટેગરીની અગ્રતાક્રમ અને આવકની અગ્રતા મુજબ તથા શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ ફાળવામાં આવશે. જો આપની પસંદગીની ક્રમ નં ૧ ની શાળા ની સીટો ભરાઇ ગઇ હશે તો ક્રમ નં ૨ ની શાળામાં પ્રવેશ મળશે. અને જો ક્રમ રની શાળાની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ ૩ની શાળામાં પ્રવેશ મળશે. આમ ક્રમશઃ આવતી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે,
13)મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ?
વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. =વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દાત. આપ જો કુલ ૧ અથવા ૨ શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઈ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. આથી નજીકના વિસ્તારની વધુ શાળાઓ પસંદ કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગીક્રમ આપની અનુકુળતા મુજબનો હોય તેનુ ધ્યાન રાખવું. કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભુલી જાય છે. જે યોગ્ય નથી. આથી, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. ભળતા નામવાળી બીજી શાળા પસંદ ન થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદ કરવી.
14)વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય?
= શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.
15)ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું..?
=જયાં સુધી આપ confirm (કન્ફમ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી, શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
16)ફોર્મ ભર્યા બાદ કા જમા કરાવવું.?
=વેબપોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડૉક્યુમેન્ટસ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ક્યાય જમા કરાવવાનું નથી.
17)પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?
=આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઈ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું, અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઈ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોંચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.
18)ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાશે.?
ઓનલાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવાળા કમ્પ્યુટરથી તથા મોબાઈલ પર પણ સીધા ભરી શકાશે. કોઇપણ જગ્યાએથી ફોર્મ ભરતા હોય પણ તેમાં આપની કેટેગરી, શાળા, માધ્યમ વગેરે તમામ માહિતીની ચોકકસાઈ કર્યા બાદ જ ફોર્મ કન્ફર્મ કરવું. આપ મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો.
19)ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી?
ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીના ક્રમના વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
20)મારા બાળકે ધોરણ-૧ માં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરીથી ધોરણ-૧ માં આર.ટી.ઇ હેઠળ અરજી કરી શકાય?
આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.
21)પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે?
આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયમાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બુટ, પુસ્તકો,પરિવહન ખર્ચ. સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
22)આવકનો દાખલો ક્યાં સમયનો જોઈશે?
આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધીકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.
23)વિચરતી અને વિમુક્ત જાતિમાં કોનો સમાવેશ થાય છે?
યાદી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં વિચરતી જાતિઓની યાદી જોવા નીચે આપેલ लिङ ५२ डिलड ४२२: https://sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1730&lang=Gujarati गुन्४२रात રાજ્યમાં વિમુક્ત જાતિઓની યાદી જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો:
https://sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1734&lang=Gujarati
Comments
Post a Comment