Happy birthday Tapi Mata

             || સૂર્ય પુત્રી માં તાપી ||

   સૂર્ય પુત્રી અને સૂર્યપુર એટલે કે આપણા સુરતની જનની એવી તાપી નદી નો આજે જન્મદિવસ. સુરતના ઉદ્દભવ થી લઈને આજ સુધી અહિ વસતા દરેકે દરેક વ્યક્તિનું તાપી માતાના જળે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સિંચન કર્યું. જેમ એક માતા પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર માટે પોતાને પણ ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે તેમ તાપી માતા એ જાતપાત, ધર્મ, પ્રાંત, કલર, ગરીબ તવંગર, જેવા કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આપણા સૌનું સિંચન કર્યું. તાપી વગર આપણા સુરતની પરિકલ્પના પણ અસંભવ છે તાપી માતા છે તો આપણે છીએ. આજ ના તાપી જન્મદિવસ નિમીતે સુરતીઓ તરફથી હું તાપી માતાને એમના કરોડો કરોડ ઉપકારો બદલ વંદન કર છું અને યાચના કરુ છું કે “ હે! તાપી માતા અમારા શહેર પર તમારા હેતના નીરમાં કોઈ કમી ના આવવા દેતા” જય માઁ તાપી..

૪૩૬ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવ નદીઓ ભળે છે ૧૦૦૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં મા તાપી પ્રગટ થયાં હતા.તાપી કિનારે ૧૦૮ જેટલા તીર્થસ્થાનો મતિ ન ભાષા । યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા, તદા પ્રયાસ કિલ સૂર્ય દેહા ।” ગંગામાં સ્નાન કરવાથી, રેવાનાં દર્શનથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. જ્યારે તાપી માતાનું નિત્ય સ્મરણ કરવાથી સઘળાં પાપોનો નાશ થઇ માનવી પવિત્ર બને છે. અષાઢ સુદ સાતમ એટલે તાપી માતાનો પ્રાગટય દિવસ. ભારતીય ગ્રંથો અને મહાપુરાણોમાં તાપી નદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ૧૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય પુત્રી તાપી માતા પ્રગટ થયાં હતાં અને ત્યાર પછી ગંગા, સરયુ, નર્મદા, ભાષા, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી.


મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપી માતા પ્રગટ થયાં હતાં. તાપી નદીનાં મૂળ પાસે ધાર, નસીરાબાદ, મેળઘાટ, અમલનેર, બુરહાનપુર, જૈનાબાદ, નાચનખેડા અને ભુસાવળ વગેરે ગામો આવેલાં છે. તાપી નદીનાં મૂળ આગળ ડાબી બાજુ પર દીવાળ, ખોખરી, મોટી ઉતાવળી, મોહના તથા જમણી બાજુએ નાની ઉતાવળી, બોરી, પાંઝરા, ગિરણા અને પૂર્ણા નદીઓ મળેલી છે. જ્યારે તાપી નદી સુરત નજીક સચીનના ડુમસ ગામ આગળ અરબી સમુદ્રને મળે છે. તાપી નદીની લંબાઇ ૪૩૬ માઇલની છે. તાપી નદીના બંને કિનારે ૧૦૮ જેટલા તીર્થો આવેલાં છે. તાપી મહાત્મ્યના ૪૧મા અધ્યાય અનુસાર મહર્ષિ નારદજીએ ભગવાન શંકરની આજ્ઞાાથી તાપીનું માહાત્મ્ય હરી લીધું હતું ત્યાર પછી તાપી અસ્તવ્યસ્ત દશામાં જ રહી છે. જંગલ-ડુંગરો ખડક પરથી ૭૦ કિ.મી. ગુજરાતના અન્ય પ્રદેશમાં વહી રાજપીપળાના ડુંગરા પસાર કરી સુરત જિલ્લાના પીપરિયા ગામથી આગળ થઇ સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા મુનિશ્વરની તપોભૂમિ ડુમસના અરબી સમુદ્રમાં તાપીનું સંગમ સ્થાન છે


🌹🌹🌹તાપી માતાનાં ૨૧ નામ 🌹🌹🌹

(૧) સત્યા 

(૨) સત્યોદ્ભવા 

(૩) શ્યામા 

(૪) કપિલા

 (૫) તાપી 

(૬) નાસત્યા 

(૭) સાવિત્રી 

(૮) કપિલાંબિકા

 (૯) તપનહ્દા 

(૧૦) નાસિકોદ્ભવા

 (૧૧) સહસ્ત્રધારા 

(૧૨) સનકા

 (૧૩) અમૃતાસ્યનંદિની 

(૧૪) સૂક્ષ્‍મતરમાણી 

(૧૫) સૂક્ષ્‍મા 

(૧૬) સર્પા

 (૧૭) સર્પ વિહાપહા

(૧૮) તિગ્મા 

(૧૯) તિગ્મસ્યા

 (૨૦) તારા 

(૨૧) તામ્રા.

🌹🌹તાપી માતાના ૨૧ કલ્પો🌹🌹🌹

(૧) પદ્ય 

(૨) પુષ્કર 

(૩) શૌર 

(૪) સાંભવ 

(૫) ચાંદ્ર 

(૬) કાશ્યપેચ 

(૭) ઉપેન્દ્ર 

(૮) ઐંદ્ર 

(૯) વારુણ 

(૧૦) મહાબળ 

(૧૧) મહેશાન 

(૧૨) ઉત્કલ 

(૧૩) કુનાલક 

(૧૪) પ્રાકૃત 

(૧૫) મત્સ્ય 

(૧૬) ઐલાખ્ય 

(૧૭) કુર્મ 

(૧૮) વારાહ

 (૧૯) આદિવરાહ 

(૨૦) કૃષ્ણવરાહ 

(૨૧) શ્વેતવરાહ.

Happy birthday 🎈🎉🎂 Tapi Mata

🌹આપણા પુરાણોમાં કહ્યુ છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી અને નર્મદા દર્શન કરવાથી બધા પાપ ધોવાય જાય છે, અને તાપી નદી તો એટલી પવિત્ર છે કે તેનુ માત્ર સ્મરણ કરવાથી જ બધા પાપ ધોવાય જાય છે. 🌹

તાપી માતા ના જન્મ દિન ની આપ સર્વ ને શુભકામના

તાપી તાપી માહાતાપી,

તાપી પાપ નિવારણી,

અષાઢે જન્મી સપ્તમી, સૂર્યપુત્રી નમઃ સ્તુભ્યમ. તાપી માતા ના જન્મદિન ની આપ સર્વ ને શુભકામના.

🙏માં તાપી ને નમન🙏

🚩🙏💐🌹🥀🌹તાપી માતા નાં જન્મ દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ🌹🥀🌹💐🙏🚩


🚩🙏તાપી તાપી મહાતાપી, તા્

પી પાપ નિવારણી,

અષાઢે જન્મી સપ્તમી, સૂર્યપુત્રી નમઃ સ્તુભ્યમ...🚩



x

Comments

Popular posts from this blog

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025