જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ


હે
તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે.... તમે...

નહીં એને તત્વ, નહીં એને તાર, નહીં એને તાર

વચન માંથી વચન બોલે બહુ કરે પોકાર...

નહિ એને તત્વ નહિ એને તાર, કહું તો કહેવાય નહીં બોલે બાવન બાર અર્થ :- આ જંતરી કોઈ તત્વની બનેલી નથી તેમજ તેમા તંબૂરાના તાર નથી છતા અંતર ઘટમાં જંતરી અખંડ વાગી રહી છે. એનો બજાવનારો કોણ છે ? તેને ઓળખવાનો છે. પણ તેને ઓળખવો કેમ ? તેને એકેય તત્વ નથી તે નિરાકાર ચેતન પુરૂષ છે. તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કેમકે પરમાત્મા અગમ અગોચર અવિનાશી બ્રહ્મ છે તે નિરંજન નિરાકાર છે.


હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે....

જોવાય રૂપ એનું, ન લેવાય પાર, ન લેવાય પાર

કહું તો કહેવાય નહીં ને બોલે બાવન બાર...

(ર) ન જોવાય રૂપ એનું ન લેવાય પાર, વચનમાંથી વચન બોલે બહુકરે પુકાર અર્થ :- પરમાત્મા નિરંજન નિરાકાર છે એટલે એ ચર્મ ચક્ષુથી દેખાય નહી કેમ કે પરમાત્મા અરૂપ છે, તેથી તેનું રૂપ જોઈ શકાય નહી. વળી પ્રભુ અસીમ છે, અપરંપાર છે એટલે તેનો પાર આવી શકે નહી. કોઈ પાર તેનો લહી શકે નહી. પરંતુ વચન એટલે આત્મા સૌ પરમાત્મા તેની સતાથી સર્વ નાદ થઈ રહયા છે માટે તેને પકડવાના નથી નાદ કરનાર પરમેશ્વરને પકડો

  હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે...

જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ, પહોંચે નહીં વૈરાગ

ભોજનીયા એને ભાવે નહીં જેને વચનનો આહાર...

અર્થ :- જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતે છે જાણનારને જાણવાની વસ્તુ જદા નથી એટલે સંત ભવાનીદાસ કહે છે. જ્ઞાન, ધ્યાન, છંદ, રાગ ને વૈરાગ્ય તેથી પહોંચાતુ નથી કેમ કે તે એક અદ્વિતીય છે, બીજો છે નહી એટલે જેને એમ હોય કે હું. જ્ઞાની છું આવા સુક્ષ્મ અહંકાર ને લીધે તે પ્રભુને પામી શકતો નથી. હું ગાયક છું મને છત્રીસ રાગ આવડે છે આવા અભિમાન વાળા ત્યાં એટલે પરમાત્મા સુધી પહોંચી શકતા નથી વળી તે વાણીપાર બ્રહ્મ છે તેથી સૌ રાગ, રાગણી માં અટવાય જાય છે. સંસાર છોડી કોઈ સંન્યાસી બને તો તેની તે બ્રાંતી છે. માયા અંતઃકરણમાં છે તે માયા સર્વત્ર છે. તેને પણ કોઈ છોડી શકે તેમ નથી એટલે કહે છે વૈરાગી પણ ત્યાં પહોંચી શકતા નથી. માટે ન જોઈ શકાય તેનું રૂપ કેમ કે તે નિરાકાર છે. વળી તે વિરાટ છે એટલે પાર પણ લઈ શકાય તેમ નથી. બિંદુ સિંધમાં મળી જાય ને એકરૂપ થાય તેમ પરમાત્મા રૂપ થઈ જાઓ એ સાચો રાહ છે. વળી તેને શરીર નથી તેથી ભોજનીયા ખાય કેમ..

હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે....

શેષ અખર ધૂન લાગી વચનનો રણકાર, વચનનો રણકાર

જંતરી ભવાનીદાસ ની જેને નામનો આધાર...

-: વચન રણંકાર :

(૪) સહેજે અખંડ ધૂન લાગી, વયન રણંકાર જંતરી ભવાની દાસની જેને વચન નો આધાર, તમે જોજો રે....

અર્થ:- ધુન એટલે લો લગન પરમાત્મામાં લગની લાગે તો તે અખંડ ધૂન લાગી કહેવાય. વચન એટલે પરમાત્મા એજ રણંકાર, જણુંકાર છે તેનો જ આધાર છે. ગત ઉપાસી, નાદ ઉપાસી સંતોએ કૃપા કરી જીવને જાગ્રત કરવા, પ્રભુ ભજનમાં લગાડવા આધાર આપ્યો કે આ રણંકારમાં મનને સ્થિર કરો. ૐકાર એજ રહ્યુંકાર, જણકાર છે ને કાર પરમેષ્ટી છે. પરમ વચન એજ છે. કાર માંથી સૃષ્ટિનું સર્જન થયું છે, ૐૐ માં સૃષ્ટિ ટકે છે ને ૩ પરમેષ્ટીમાં સમાય જાય છે એ ૩ વચન છે તે આધાર છે. માટે બુધ્ધી દ્વારા શાન કહે પણ બુધ્ધીની ત્યાં પહોંચ નથી વળી ધ્યેય, ધ્યાતાને ધ્યાન આવી ત્રિપુટી નથી. પરમાત્મા એક રસરૂપ છે, ત્યાં છંદ, રાગ, વાણી, વિચાર પહોંચે નહી એટલે જીવણ ભગતે પણ કીધું “ચંદા, સુરજ કી પહોંચત નાહી” ચંદ્ર એટલે મન અને સુર્ય એટલે બુધ્ધી પણ ત્યાં પહોંચી શકતી નથી. ખાત્રી બંધ વાત છે કે જીવણ ભગતે તેના ગુરૂને ઉપાય પૂછ્યો કે “ગુરૂજી આ મનડું માને નહિ તેનું મારે શું કરવું ? તો ગુરૂ ભીમ સાહેબે જવાબ આપ્યો “જીવણ જીવને ત્યાં રાખીએ જયાં અનહદ વાગે તુરા' મનને સ્થિર કરવા નાદ બ્રહ્મની ઉપાસના આપી. મન સ્થિર થયું તો વાત પુરી એટલે લિરલ બાઈ કહે છે “અમને મળ્યા અંતરીયામી, ગુરૂજી કહી ભજન કેમ કરીએ ? પછી ભકત ભગવાન એકરૂપ થતા ભજન કરવાનું રહેતું નથી. આ હરાયા ઢોર જેવા મનને સ્થિર કરવા જ બધી સાધના ઉપાસના છે. એટલે સંતોએ નામનો આધાર આપ્યો છે બાકી ઈશ્વર તો અનામી છે. તે નિરંજન નિરાકાર છે તે અરૂપ છે. માટે નામ, રૂપ, ગુણ, ક્રિયા બાદ પરમાત્મા છે. તે શૂન્યાકાર છે તેથી બુધ્ધ ભગવાને એકેય નામનું સ્મરણ કર્યુ નથી. પણ પોતાના પ્રાણ એટલે શ્વાસો શ્વાસની ગતીમાં મનને પરોવ્યુ તેથી તેને જ્ઞાન થયું ને “બુધ્ધગયા” ને ખ્યાલ આવ્યો હું દેહ નથી હું બુધ્ધી નથી. હું સાધુ નથી સિઘ્ધ નથી, હું તો પ્રભુનો ભિક્ષુક છું ને સાધના કરતા કરતા તેમા સમાઈ જવાનું છે. બુધ્ધ ભગવાને માસ આવે છે ને શ્વાસ જાય છે તેના પર પોતાનું મન એકાગ્ર કર્યુ એટલે જે મન પ્રાણ માંથી ઉત્પન્ન થયું છે તે પાછુ પ્રાણમાં સમાય ગયું. અટલે સંતો એ કહયું “સુરતા રાખો પ્રાણ જીવનમાં'' સુરતાને શ્વાસો શ્વાસમાં રોકવા થી સંકલ્પ વિકલ્પ સમી જાશે.


- ભવાનીદાસ (જોધલ શિષ્ય)


Like share subscribe comment 

https://youtu.be/vNAdTw5kdTA?si=Az3_gGRuzfoyQvd-


Comments

Popular posts from this blog

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

Happy birthday Tapi Mata