ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા
*🔱 ૐ નમઃ શિવાય 🔱* *📖 શિવ મહાપુરાણ – પ્રસંગ ૨૪ : ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા 🌺* એક વખત ઋષિમુનિઓએ સૂતજીને વિનંતી કરી કે, “હે સૂતજી! ભગવાન શિવને ભસ્મ અને રુદ્રાક્ષ આટલા પ્રિય કેમ છે? તેનું મહાત્મ્ય અમને સમજાવો.” ત્યારે સૂતજીએ ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીજીને જણાવેલું મહાત્મ્ય સમજાવ્યું. ભગવાન શિવે કહ્યું કે ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનાર ભક્ત મને અત્યંત પ્રિય છે. ભસ્મ શરીરની નશ્વરતાની યાદ અપાવે છે. આ સમગ્ર જગત એક દિવસ ભસ્મમાં વિલીન થવાનું છે, તેથી મનુષ્યે પોતાના અહંકાર અને મોહનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભક્ત જ્યારે કપાળ પર ત્રિપુંડ્ર ધારણ કરે છે ત્યારે તે ભગવાન શિવના સ્મરણ સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે. ભસ્મ આપણને સમજાવે છે કે ધન, શરીર, વૈભવ અને સંસારની વસ્તુઓ કાયમી નથી; કાયમી છે તો માત્ર પરમાત્માનું તત્ત્વ. *શિવપુરાણ ના આવા જ પ્રસંગો વાંચવા માટે અત્યારે જ અમારી ચેનલને Follow કરો* https://whatsapp.com/channel/0029Va5Peky4NViikFaPzD3S ત્યારબાદ ભગવાન શિવે રુદ્રાક્ષની ઉત્પત્તિનું રહસ્ય જણાવ્યું. મહાદેવ હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યામાં લીન રહ્યા. જ્યારે તેમણે લોકકલ્યાણ...