Posts

Showing posts from September, 2024

ગણપતિદાદાનો થાળ શ્રી ગણેશજીના ૨૧ નામ

Image
  || ગણપતિદાદાનો થાળ || જમવાં પધારો દાદા કેટલીક વાર છે,  આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે  ભલી ભલી જાતનાં તેજાનનાં નાખ્યાં (૨) શ્રીખંડ પુરી તો કેવાં મજેદાર છે  મરી મસાલા નાંખી શાક બનાવ્યાં (૨) દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે  કમોદનો મેં તો ભાત બનાવ્યો (૨) દાળ તુવેરની મહી હીંગનો વઘાર છે  વૃંદાવનથી છાશ મંગાવી (૨) કઢી બનાવી મહી લીમડાનો માર છે  જળ જમનાની મેં તો ઝારી ભરાવી (૨) આચમન કરોને દાદા કેટલીક વાર છે  પાંચ પાનાનું મેં તો બીડું બનાવ્યું (૨) મુખવાસ કરો ને દાદા કેટલીક વાર છે  જમવાં પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ બાળ ભક્તોની દાદા સુણીને વિનંતી, દર્શન આપોને દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે.                        વ્રત મહિમા  • આ વ્રત સ્ત્રી - પુરુષ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. વ્રતના દિવસે ચોખ્ખાઈ -સ્વચ્છતા રાખવી. • આ વ્રત કરવાથી આવેલાં સંકટ દૂર થાય છે. પુત્રપ્રપ્તિ થાય છે. કન્યાનાં લગ્ન ન થતાં હોય અને તે આ વ્રત કરે તો લગ્ન ગોઠવાય છે. મનગમતો પતિ કે મનગમતી પત્ની મ...