ગણપતિદાદાનો થાળ શ્રી ગણેશજીના ૨૧ નામ
|| ગણપતિદાદાનો થાળ ||
જમવાં પધારો દાદા કેટલીક વાર છે,
આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે
ભલી ભલી જાતનાં તેજાનનાં નાખ્યાં (૨) શ્રીખંડ પુરી તો કેવાં મજેદાર છે
મરી મસાલા નાંખી શાક બનાવ્યાં (૨) દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે
કમોદનો મેં તો ભાત બનાવ્યો (૨) દાળ તુવેરની મહી હીંગનો વઘાર છે
વૃંદાવનથી છાશ મંગાવી (૨) કઢી બનાવી મહી લીમડાનો માર છે
જળ જમનાની મેં તો ઝારી ભરાવી (૨) આચમન કરોને દાદા કેટલીક વાર છે
પાંચ પાનાનું મેં તો બીડું બનાવ્યું (૨) મુખવાસ કરો ને દાદા કેટલીક વાર છે
જમવાં પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ બાળ ભક્તોની દાદા સુણીને વિનંતી, દર્શન આપોને દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે.
વ્રત મહિમા
• આ વ્રત સ્ત્રી - પુરુષ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. વ્રતના દિવસે ચોખ્ખાઈ -સ્વચ્છતા રાખવી.
• આ વ્રત કરવાથી આવેલાં સંકટ દૂર થાય છે.
પુત્રપ્રપ્તિ થાય છે.
કન્યાનાં લગ્ન ન થતાં હોય અને તે આ વ્રત કરે તો લગ્ન ગોઠવાય છે.
મનગમતો પતિ કે મનગમતી પત્ની મળે છે.
બહારગામ ગયેલ કે ઘર છોડી ગયેલ વ્યક્તિ સારો - સાજો પાછો આવે છે. ગૃહક્લેશ - કંકાસ મટે છે.
ઘરમાં અવારનવાર ઊભી થતી તકલીફો, પ્રશ્નોનો નિકાલ આવે છે. પરીક્ષામાં સફળતા મળે છે.
સંતાનો સારા વિચાર - બુદ્ધિવાળા થાય છે.
સતત ૧૨ (એક વર્ષની) સંકટ ચતુર્થી અથવા ૨૧ સંકટ ચતુર્થી
કરવાથી ધારેલું ફળ પ્રાપ્ત થાય છે. આવો ઘણાંનો અનુભવ છે.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ||
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ||
ભાવાર્થ: હે ભગવાન સિદ્ધ ગણેશ! વિઘ્નોના સ્વામી! હે વરદાન આપનાર ! હે દેવતાઓના પ્રિય ! હે વિશાળ ઉદરવાળા! હે ગજાનન- નાગાનન પ્રભુ!વેદોમાં વર્ણન કરવામાં આવેલા યજ્ઞોથી શોભાયમાન એવા હે ગૌરીપુત્ર-પાર્વતીના પુત્ર ગણપતિ આપને વારંવાર નમન કરું છું.
Comments
Post a Comment