Posts

Showing posts from December, 2025

જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં નામ... સુડલા...

-: સંત ભવાની દાસ :- ટેક - તમને ગોરા પીરની આંશ, સુડલા સત્ બોલો નહી તો મત બોલો. ભાવાર્થ:- સંત ભવાની દાસ એમ કહેવા માંગે છે કે, જો તમારે બોલવું જ હોય તો સત્ બોલો નહીતો તમને ગોરાપીરની આંશ છે. સત્ય સનાતન બ્રહ્મ છે તેની સાચી વાત કરો. (૧) અમર વરસે અઘાત ગાજે, દાદુર કરે છે કિલ્લોલ, કંઠ વિનાની કોયલ બોલે, મધુરા બોલે મોર... સુડલા. .. ભાવાર્થ:- સુડલો એટલે પોપટ તે સાંભળેલું જ બોલે છે તેને સત્ય સનાતન બ્રહ્મની ખબર નથી એટલે પોપટીયું જ્ઞાન કહેવાય સાચુ જ્ઞાન નહી. અમર વર તે પ્રાણ આત્મા છે તે અગાધ ગાજે છે તે સતત રણુકાર ને જણકાર રૂપે ગાજ્યાં જ કરે છે. હવે જે કંઠ વિનાની કોયલ છે તે સુરતા છે તે સતનામ સતત બોલે છે ને વળી મધુરા સ્મરે મોર એટલે મનરૂપી મોરલીયા ટહુંકા સતત કરે છે ત્યારે અમરધારા વરસે છે. (૨) વણ વાદળીએ વરસાદ વરસે, ને ઘટડામાં ઉગ્યા રવિ ભાણ. વના કણ ચલ પાકીયાને બહુ ફળ લાગ્યા, વિશે કોઈ ચતુર સુજાણ. ..  ભાવાર્થ:- તાલુ પ્રદેશમાં વણ વાદળીયે અમીરસ ટપકીયા જ કરે છે. ને ઘટમાં પ્રાણરૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે. ગુરુગમે પ્રાણઘટમાં જ્ઞાનરૂપી સૂર્ય ઉગ્યોને ૨ આંબો ફળ્યા. તેમાં કણ પાયાને બહુ ફળ લાગ્યા તેને જ્ઞાની, ચતુર...