જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં નામ... સુડલા...

-: સંત ભવાની દાસ :-

ટેક - તમને ગોરા પીરની આંશ, સુડલા સત્ બોલો નહી તો મત બોલો. ભાવાર્થ:- સંત ભવાની દાસ એમ કહેવા માંગે છે કે, જો તમારે બોલવું જ
હોય તો સત્ બોલો નહીતો તમને ગોરાપીરની આંશ છે. સત્ય સનાતન બ્રહ્મ છે તેની સાચી વાત કરો.

(૧) અમર વરસે અઘાત ગાજે, દાદુર કરે છે કિલ્લોલ, કંઠ વિનાની કોયલ બોલે, મધુરા બોલે મોર... સુડલા...

ભાવાર્થ:- સુડલો એટલે પોપટ તે સાંભળેલું જ બોલે છે તેને સત્ય સનાતન બ્રહ્મની ખબર નથી એટલે પોપટીયું જ્ઞાન કહેવાય સાચુ જ્ઞાન નહી. અમર વર તે પ્રાણ આત્મા છે તે અગાધ ગાજે છે તે સતત રણુકાર ને જણકાર રૂપે ગાજ્યાં જ કરે છે. હવે જે કંઠ વિનાની કોયલ છે તે સુરતા છે તે સતનામ સતત બોલે છે ને વળી મધુરા સ્મરે મોર એટલે મનરૂપી મોરલીયા ટહુંકા સતત કરે છે ત્યારે અમરધારા વરસે છે.

(૨) વણ વાદળીએ વરસાદ વરસે, ને ઘટડામાં ઉગ્યા રવિ ભાણ.
વનાકણ ચલ પાકીયાને બહુ ફળ લાગ્યા, વિશે કોઈ ચતુર સુજાણ... 

ભાવાર્થ:- તાલુ પ્રદેશમાં વણ વાદળીયે અમીરસ ટપકીયા જ કરે છે. ને ઘટમાં પ્રાણરૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે. ગુરુગમે પ્રાણઘટમાં જ્ઞાનરૂપી સૂર્ય ઉગ્યોને ૨ આંબો ફળ્યા. તેમાં કણ પાયાને બહુ ફળ લાગ્યા તેને જ્ઞાની, ચતુર, અમરતોસુજાણ વિશે છે.

 (૩) ગુરુજીની રેણી સત પરવાસા, સતના સૂર ઉગ્યા,
પડી એક બુંદ મારા ગુરુના વચને, સવા કરોડનાં મૂલ... 

ભાવાર્થ :- સતગુરુની રેંણી એટલે વચન ગુરુજીએ આપ્યા છે તે સતની રેંણી છે. ખરેખર સત સ્વરૂપનું જ્ઞાન થયું, જે અમુલ્ય છે સૌથી સવાયું છે.


(૪) બાવન અક્ષર જે કોઈ બુજે, એના ઘટડામાં એક જ ધ્યાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં નામ... સુડલા...

ભાવાર્થ:- જે બાવન અક્ષર બુજે એટલે સંકલ્પ-વિકલ્પ સમાવેને ઘટડામાં ગુરુ વચન જે રમી રહ્યુ છે તેમા જેનું ધ્યાન લાગી ગયું છે તે સંત ભવાની દાસ કહે છે એક અક્ષર ૐકાર છે જેને કાના માતર નથી તે ૐવેદમા પરમાત્માનું નામ 9.

પ્રણવ:- આદિ ઋષીમુનીઓ સતયુગમાં રહેતા, વનફળ ખાય જીવન જીવતા, તેનામાં કુડ, કપટ, આશા, તૃષ્ણા, અપેક્ષાને છોડી નિર્વિકાર જીવન જીવતા. પરમાત્માનું એકાંતમાં આરાધન કરતા. પરમાત્મા કેવા છે ? ક્યા છે ? કેમ છે ?

આવા સંકલ્પો તેવો સ્થિર હતા ત્યારે તેના પ્રાણ ઘટમાં એકાક્ષરી બ્રહ્મનાદ થયો. જેને આપણે રણુંકાર-જણુંકાર કહીએ છીએ. તેમાં તેઓ સ્થિર થયા ત્યારે પણવ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું જે નિરગુણ છે તે નાદ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થયું. ઘણો સમય ધ્યાનનો અભ્યાસ કરતા-કરતા ધ્યેયને ધ્યાતા એકરૂપ થતા ખ્યાલ આવ્યો કે સાચુ સ્વરૂપ એજ તત્વ સર્વત્ર રમી રહેલ છે તે ચેતન સભર ભરેલ છે, તેનો અનુભવ દરેક સંતોને છે. એટલે સંત ભવાની દાસ કહે છે, “એક અક્ષરમાં એનું નામ, સુડલા સત બોલો નહી તો મત બોલો.

Comments

Popular posts from this blog

23માં હપ્તાના ₹2000 ક્યારે આવશે ખાતામા જુઓ માહિતી,અને સ્ટેટ્સ ચેક કરવાની પ્રક્રિયા

ચૈત્ર સુદ પૂનમ જોધલપીર બાપાની 766 જન્મ જયંતી , વર્ણન Jodhalpir Temple Samadhi Sthan Keshardi

RIGHT TO EDUCATION,ધો 1થી8 મફત શિક્ષણ