જોધલપીર બાપા સાખી
. જોધલપીર બાપા સાખી ૧) અવતારી મા ઓલિયા, ભાંગે ભકતોની ભીડ, જાહેર જ્યોતિ, જય જય ગુરૂ જોધલપીર. ૨) જપો નામ જોધલપીરનું કરે પાપનો નાશ, કર જોડી જગદીશ કહે, તમે રાખો દઢ વિશ્વાસ... ૩) જોધલ જ્યોત સદા જાગતી, તને કૃષ્ણ કહું કે રામ, ભક્તોની ભીડે વહેલા આવીયા, ધરી જાહેર જોધલ નામ. ૪) સંવત તેરસો સોળમાં, જન્મ્યાં જોધલપીર, પુત્ર બે પોણા તણાં, હરખો અને સાહેબ હીર. ૫) જોધલપીરની જગ્યામાં, છે ભવાન છડીદાર, ભક્તિ રોપી ભાલમાં, દુઃખી તણો દાતાર. ૬ )શ્વાસાના તું કર સ્મરણ, જપો અંજપાના જાપ, બ્રહ્મ તત્વનું ધ્યાન ધરે, તો ગુરૂ જોધલ આપોઆપ. ૭) પગમાં પહેરી ચાખડી, ઘોડલીયે થયા અસવાર, ધોળકા જાનિયા પીર થયા, કેસરડીમાં જોધલપીર ૮) પ્રથમ નમું જોધલપીરને, બીજે મહંત ઉગમશી નાથ... ઓ... પહેલા નમન મારા પીરને અને બીજા ઉગમશી બાપજી... આ ત્રીજે નમુ ગોરધનદાસને, જેના અવિચળ રહેશે નામ... ૯) રહેશે સદા તમારી નામના, જેણે કીધા છે સેવાના કામ... ગાદી શોભાવી આ મારા પીરની, મંદિર બનાવી મોતા ગામ... ૧૦) ઓઢણી ...