મા નવદુર્ગા" ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો,સાચા અર્થમાં નવરાત્રિ શું છે,નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત
Jay Aadyashakti Aarti જય આદ્યાશક્તિ આરતી
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા , પડવે પ્રકટ્યા મા …
ઓમ જ્યો જ્યો માં જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા … ઓમ જ્યો જ્યો માં ……….
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌદિશા , પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્વોમાં … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ જ્યો જ્યો માં ……….
સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા-સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા માં
સુની વર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ જ્યો જ્યો માં ……….
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,
કીધા હર બ્રહ્મા … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ જ્યો જ્યો માં ……….
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહિયે , કાળ ભૈરવ સોહિયે ,
તારા છે તુજ મા … ઓમ જ્યો જ્યો માં ……….
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા માં
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ…..
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિ એ વખાણ્યા,
ગાઈ શુભ કવિતા … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ જ્યો જ્યો માં.
ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ …
એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ જ્યો જ્યો માં
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ જ્યો જ્યો માં ……….
મૈયા ભાવ ન જાણું ભાવ ન જાણું નવ જાણું સેવા
વલ્ભભ ભટ્ટ ને રાખ્યા,ચરણે સુખ દેવા … ઓમ જ્યો જ્યો માં ………
સાચા અર્થમાં નવરાત્રિ શું છે।!
1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર
2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા
3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી
4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી
5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર
6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર...)
7. કાલરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી
8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી
9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા
*નવરાત્રિના સમાપન પર કળશ વિસર્જન ક્યા અને કેવી રીતે કરશો? કુંભ પરના નાળિયેરનું શું કરશો ?* 🌹
વૈદિક પંચાંગ મુજબ, આસો માસની દશમી તિથિ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થાય છે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદય તિથિ ના આધારે, 2 ઓક્ટોબરના રોજ દશેરાનું પર્વ મનાવવામાં આવશે, અને આ પવિત્ર દિવસે જ દુર્ગા વિસર્જન સાથે કળશનું પણ વિસર્જન થશે. આ ક્ષણે, ભાવિક ભક્તો માતા દુર્ગાને હૃદયપૂર્વક વિદાય આપે છે અને તેમને વિસર્જન અર્પણ કરે છે.
*પવિત્ર કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ :* 🌹
કળશનું વિસર્જન કરતાં પહેલાં, સૌપ્રથમ તેના પર મૂકેલા નાળિયેરને ઉતારીને તેને પ્રસાદ સ્વરૂપે સૌમાં વહેંચી દો. ત્યારબાદ, કળશના જળને આંબાના પાન દ્વારા આખા ઘરમાં છાંટો. આ પવિત્ર જળ ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરી શુભ ફળ પ્રદાન કરે છે. આ જળને પીપળાના વૃક્ષના મૂળમાં પણ અર્પણ કરી શકાય છે. પછી, માટીના કળશને નદી અથવા અન્ય સ્વચ્છ, વહેતા જળમાં શાંતિથી વિસર્જન કરી દો. જો કળશની અંદર લવિંગ, સોપારી કે કમરકાકડી જેવી સામગ્રી મૂકવામાં આવી હોય, તો તેને પણ જળમાં વિસર્જન કરવી. આ રીતે પૂજા વિધિની પૂર્ણાહુતિ થાય છે.
*કળશ વિસર્જન મંત્ર :* 🪔
કળશનું વિસર્જન કરતી વખતે મંત્રોચ્ચાર કરવો અત્યંત શુભ ગણાય છે.
જ્યારે કળશ ઉપાડો, ત્યારે: *"આવાહનં નં જાનામિ નં જાનામિ વિસારમ્। પૂજન ચૈવ નં જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર."*
કળશનું વિસર્જન કરતી વખતે: *"ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ, સ્વસ્થાનં પરમેશ્વરી, પૂજારાધનકલે ચ પુનર્ગમનય ચ."*

Comments
Post a Comment