જોધલપીર બાપા સાખી
. જોધલપીર બાપા સાખી
૧) અવતારી મા ઓલિયા, ભાંગે ભકતોની ભીડ,
જાહેર જ્યોતિ, જય જય ગુરૂ જોધલપીર.
૨) જપો નામ જોધલપીરનું કરે પાપનો નાશ,
કર જોડી જગદીશ કહે, તમે રાખો દઢ વિશ્વાસ...
૩) જોધલ જ્યોત સદા જાગતી, તને કૃષ્ણ કહું કે રામ,
ભક્તોની ભીડે વહેલા આવીયા, ધરી જાહેર જોધલ નામ.
૪) સંવત તેરસો સોળમાં, જન્મ્યાં જોધલપીર,
પુત્ર બે પોણા તણાં, હરખો અને સાહેબ હીર.
૫) જોધલપીરની જગ્યામાં, છે ભવાન છડીદાર,
ભક્તિ રોપી ભાલમાં, દુઃખી તણો દાતાર.
૬ )શ્વાસાના તું કર સ્મરણ, જપો અંજપાના જાપ,
બ્રહ્મ તત્વનું ધ્યાન ધરે, તો ગુરૂ જોધલ આપોઆપ.
૭) પગમાં પહેરી ચાખડી, ઘોડલીયે થયા અસવાર,
ધોળકા જાનિયા પીર થયા, કેસરડીમાં જોધલપીર
૮) પ્રથમ નમું જોધલપીરને, બીજે મહંત ઉગમશી નાથ... ઓ... પહેલા નમન મારા પીરને અને બીજા ઉગમશી બાપજી... આ ત્રીજે નમુ ગોરધનદાસને, જેના અવિચળ રહેશે નામ...
૯) રહેશે સદા તમારી નામના, જેણે કીધા છે સેવાના કામ...ગાદી શોભાવી આ મારા પીરની, મંદિર બનાવી મોતા ગામ...
૧૦) ઓઢણી ઓઢાડી ઊંઘતા જગાડી સોહંમ નામ સમજાવ્યો, ગુરૂ જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ સત્ના રસતે ચડાવ્યો.
૧૧) સબ્દ વિનાની સાન બતાવી અને વાણી વિના કરી વાત, ભવાનીદાસને ગુરૂ જોધલ મવ્યા પાડી બીબા ડોવિનાની ભાત.
૧૨)જગત ગુરૂ જોધલ પીર છે અને પરચાનો નહિ પાર,
દુઃખી આવે તારા દરબારમાં તમે વેગે કરતા વાર
૧૩) જોધલ પીરે સાન બતાવી અને સેજે કરવ્યો સંકેત,
એક શબ્દમાં અજવાળુ કીધુ જેનું વિશ્વભ્રંહ્માંડમાં તેજ.
Like share subscribe comment
https://youtube.com/@shubhamsuratiamroli9444?si=YwZ-pGI9oR449qev
Comments
Post a Comment