ગુરુ શું છે
1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે 2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે 3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે 4) ગુરુ માર્ગદર્શક છે 5) ગુરુ એ અનુભૂતિ છે 6) ગુરુ એ પ્રેમ છે 7) ગુરુ જ્ઞાનની વાણી છે 8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે 9) ગુરુ એક મિત્ર છે 10) ગુરુ ભગવાન સ્વરૂપ છે 11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે અને તેમની સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી. ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી. આખી ધરતીને કાગળ કરૂ બધી વનરાઈ ની લેખની સાત સુમંદર ની શાહી કરૂ ગુરુ તણા ગુણા ન લખી શકાય. ગુરુ નું મહત્વ કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ. ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ........ ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ ન...