ગુરુ શું છે,ગુરૂ પૂર્ણિમા અને ગુરૂ મહિમાના મહત્વ
1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે
2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે
3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે
4) ગુરુ માર્ગદર્શક છે
5) ગુરુ એ અનુભૂતિ છે
6) ગુરુ એ પ્રેમ છે
7) ગુરુ જ્ઞાનની વાણી છે
8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે
9) ગુરુ એક મિત્ર છે
10) ગુરુ ભગવાન સ્વરૂપ છે
11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે
ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે અને તેમની સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.
આખી ધરતીને કાગળ કરૂ
બધી વનરાઈ ની લેખની
સાત સુમંદર ની શાહી કરૂ
ગુરુ તણા ગુણા ન લખી શકાય.
ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવોકારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ...ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી
ગુરુ વિના જ્ઞાન અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે.તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું.આપણા ગ્રંથોમાં ગુરુભક્તિના ઘણા ઉદાહરણો છે.ગુરુ જ માર્ગદર્શક છે.
- ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) તરીકે ઉજવે છે.
- ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહે છે.
- કબીરના શિષ્ય ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો.
- પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે.
- ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે
- ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે. - ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર.- ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે.
- કહેવાય છે કે "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે.
- નેપાળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી- નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહાપૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચુકવે છે.
- જૈન અનુસાર આ દિવસથી ચાતૂરમાસ પ્રારંભ થાય છે. 24માં તિર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે.
- બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા.
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ
કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય
સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ.
ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય
શિવ વિરંચી શારદા ગુરુ તણા યશ ગાય.
પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યું જ્ઞાન,
જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળિયું દેહ-અભિમાન..
ગુરુ ગોવિંદ દોનું ખડે કીસકું લાગુ પાય
બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય। ...
ગુરૂ બીન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બીન મીટે નહી ભેદ,
ગુરૂ બીન સંચય નાં ટળે, ભલે વાંચીએ ચારો વેદ....
ગુરુ હમારા ગારુડી કીધી મુજ પર મહેર
મોરો દિયો મલમ ઉતર ગયા સબ ભેદ...
Comments
Post a Comment