Posts

Showing posts from June, 2023

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે સંપૂર્ણ માહિતી । Complete Information about Dr. Babasaheb Ambedkar

Image
ડૉ. બાબાસાહેબ આંબેડકર  ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાય મંત્રી હતા. તેઓ એક અગ્રણી કાર્યકર અને સમાજ સુધારક હતા. ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતોના ઉત્થાન અને ભારતમાં પછાત વર્ગોની પ્રગતિ માટે પોતાનું સમગ્ર જીવન બલિદાન આપ્યું હતું. ડૉ. આંબેડકરને દલિતોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. આજે દલિતોનું સમાજમાં જે સ્થાન છે તેનો સંપૂર્ણ શ્રેય ડૉ.ભીમરાવ આંબેડકરને જાય છે. નામ: ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જન્મદિવસ: 14 એપ્રિલ 1891 ( આંબેડકર જયંતિ ) જન્મસ્થળ: મહુ, ઈન્દોર મધ્યપ્રદેશ પિતાનું નામ: રામજી માલોજી સકપાલ માતાનું નામ: ભીમાબાઈ મુબારડકર પત્નીનું નામ: પ્રથમ પત્ની: રમાબાઈ આંબેડકર (1906.1935) બીજી પત્ની: સવિતા આંબેડકર (1948.1956) શિક્ષણ: એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલ, બોમ્બે યુનિવર્સિટી 1915 M.A. 1916માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી (અર્થશાસ્ત્ર) , 1921માં PHD, 1923માં માસ્ટર ઓફ સાયન્સ , ડોક્ટર ઓફ સાયન્સ ટીમ: સમતા સૈનિક દળ, સ્વતંત્ર મજૂર પક્ષ, અનુસૂચિત જાતિ સંઘ રાજકીય વિચારધારા: સમાનતા પ્રકાશન: અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતા પર નિબંધ જાતિ કા વિનાશ (જાતિનો નાશ)...

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

Image
હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે.... તમે... નહીં એને તત્વ, નહીં એને તાર, નહીં એને તાર વચન માંથી વચન બોલે બહુ કરે પોકાર... નહિ એને તત્વ નહિ એને તાર, કહું તો કહેવાય નહીં બોલે બાવન બાર અર્થ :- આ જંતરી કોઈ તત્વની બનેલી નથી તેમજ તેમા તંબૂરાના તાર નથી છતા અંતર ઘટમાં જંતરી અખંડ વાગી રહી છે. એનો બજાવનારો કોણ છે ? તેને ઓળખવાનો છે. પણ તેને ઓળખવો કેમ ? તેને એકેય તત્વ નથી તે નિરાકાર ચેતન પુરૂષ છે. તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કેમકે પરમાત્મા અગમ અગોચર અવિનાશી બ્રહ્મ છે તે નિરંજન નિરાકાર છે. હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે.... ન જોવાય રૂપ એનું, ન લેવાય પાર, ન લેવાય પાર કહું તો કહેવાય નહીં ને બોલે બાવન બાર. .. (ર) ન જોવાય રૂપ એનું ન લેવાય પાર, વચનમાંથી વચન બોલે બહુકરે પુકાર અર્થ :- પરમાત્મા નિરંજન નિરાકાર છે એટલે એ ચર્મ ચક્ષુથી દેખાય નહી કેમ કે પરમાત્મા અરૂપ છે, તેથી તેનું રૂપ જોઈ શકાય નહી. વળી પ્રભુ અસીમ છે, અપરંપાર છે એટલે તેનો પાર આવી શકે નહી. કોઈ પાર તેનો લહી શકે નહી. પરંતુ વચન એટલે આત્મા સૌ પરમાત્મા તેની સતાથી સર્વ નાદ થઈ રહયા છે માટે તેને પકડવાના નથી નાદ કરનાર પરમેશ્વરન...

Happy birthday Tapi Mata

Image
              || સૂર્ય પુત્રી માં તાપી ||     સૂર્ય પુત્રી અને સૂર્યપુર એટલે કે આપણા સુરતની જનની એવી તાપી નદી નો આજે જન્મદિવસ. સુરતના ઉદ્દભવ થી લઈને આજ સુધી અહિ વસતા દરેકે દરેક વ્યક્તિનું તાપી માતાના જળે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સિંચન કર્યું. જેમ એક માતા પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર માટે પોતાને પણ ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે તેમ તાપી માતા એ જાતપાત, ધર્મ, પ્રાંત, કલર, ગરીબ તવંગર, જેવા કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આપણા સૌનું સિંચન કર્યું. તાપી વગર આપણા સુરતની પરિકલ્પના પણ અસંભવ છે તાપી માતા છે તો આપણે છીએ. આજ ના તાપી જન્મદિવસ નિમીતે સુરતીઓ તરફથી હું તાપી માતાને એમના કરોડો કરોડ ઉપકારો બદલ વંદન કર છું અને યાચના કરુ છું કે “ હે! તાપી માતા અમારા શહેર પર તમારા હેતના નીરમાં કોઈ કમી ના આવવા દેતા” જય માઁ તાપી.. ૪૩૬ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવ નદીઓ ભળે છે ૧૦૦૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં મા તાપી પ્રગટ થયાં હતા.તાપી કિનારે ૧૦૮ જેટલા તીર્થસ્થાનો મતિ ન ભાષા । યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા, તદા પ્રયાસ કિલ સૂર્ય ...

ગણેશજીના નામ, આરતી

Image
ગણેશજીના ૧ર નામ  સુમુખ, એકદન્ત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધ્રનાશ, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનન આ બાર નામનું સ્મરણ કરવું. માણસ વિધા આરંભે વિવાહમાં, ગૃહપ્રવેશ-સભાપ્રવેશ, કોઈ મોટા માણસને મળવા જવામાં, યાત્રામાં, સંગ્રામમાં-લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના ઉપરના બાર નામનો પાઠ કરે તો સર્વ વિઘ્ર દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. શ્રી ગણેશજીના ૨૧ નામ સંકટ ચતુર્થીના દિવસે શ્રીગણેશજીને એમનાં ૨૧ નામ ઉચ્ચારી ૨૧ દુર્વા અર્પણ કરવા. આ માટે સૌપ્રથમ 'ૐ મહાગણપતયે નમઃ દુર્વાફૂરાન સમર્પયામિ' એમ બોલી નીચે આપેલાં ૨૧ નામ બોલવાં. (૧) ગણાધિપાય નમ : । (૨) ઉમાપુત્રાય નમ : । (3) અભયપ્રદાય નમ : । (૪) એકદંતાય નમ : । (૫) ઈભવકત્રાય નમ : । (૬) મૂષકવાહનાય નમ : । (૭) વિનાયકાય નમ : । (૮) ઇષ્ટપુત્રાય નમ : । (૯) સર્વસિદ્ધિપ્રદાયકાય નમ : । (૧૦) લંબોદરાય નમ : । (૧૧) વક્રતુંડાય નમ : । (૧૨) અધનાશાય નમ : । (૧૩) વિઘ્નસંહર્ગે નમ : । (૧૪) વિશ્વવંધાય નમ : । (૧૫) અમરેશ્વરાય નમ : । (૧૬) ગવક્ત્રાય નમ : । (૧૭) નાગયજ્ઞોપવીતિને નમ : | (૧૮) ભાલચંદ્રાય નમઃ | (૧૯) પરશુધારિણે નમ : । (૨૦) વિઘ્નાધિપાય...