ગણેશજીના નામ, આરતી
ગણેશજીના ૧ર નામ
સુમુખ, એકદન્ત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધ્રનાશ, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનન આ બાર નામનું સ્મરણ કરવું.
માણસ વિધા આરંભે વિવાહમાં, ગૃહપ્રવેશ-સભાપ્રવેશ, કોઈ મોટા માણસને મળવા જવામાં, યાત્રામાં, સંગ્રામમાં-લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના ઉપરના બાર નામનો પાઠ કરે તો સર્વ વિઘ્ર દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.
શ્રી ગણેશજીના ૨૧ નામ
સંકટ ચતુર્થીના દિવસે શ્રીગણેશજીને એમનાં ૨૧ નામ ઉચ્ચારી ૨૧ દુર્વા અર્પણ કરવા. આ માટે સૌપ્રથમ 'ૐ મહાગણપતયે નમઃ દુર્વાફૂરાન સમર્પયામિ' એમ બોલી નીચે આપેલાં ૨૧ નામ બોલવાં.
(૧) ગણાધિપાય નમ : ।
(૨) ઉમાપુત્રાય નમ : ।
(3) અભયપ્રદાય નમ : ।
(૪) એકદંતાય નમ : ।
(૫) ઈભવકત્રાય નમ : ।
(૬) મૂષકવાહનાય નમ : ।
(૭) વિનાયકાય નમ : ।
(૮) ઇષ્ટપુત્રાય નમ : ।
(૯) સર્વસિદ્ધિપ્રદાયકાય નમ : ।
(૧૦) લંબોદરાય નમ : ।
(૧૧) વક્રતુંડાય નમ : ।
(૧૨) અધનાશાય નમ : ।
(૧૩) વિઘ્નસંહર્ગે નમ : ।
(૧૪) વિશ્વવંધાય નમ : ।
(૧૫) અમરેશ્વરાય નમ : ।
(૧૬) ગવક્ત્રાય નમ : ।
(૧૭) નાગયજ્ઞોપવીતિને નમ : |
(૧૮) ભાલચંદ્રાય નમઃ |
(૧૯) પરશુધારિણે નમ : ।
(૨૦) વિઘ્નાધિપાય નમ : ।
(૨૧) સર્વવિધાપ્રદાયકાય નમ: |
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
લડુઅન કા ભોગ લગે સંત કરે સેવા....
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
એકદન્ત घ्यावन्त ચારભૂજાધારી,
મસ્તક સિન્દૂર શોભે મૂષક કી સવારી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
અંધન કો આંખ દેત કોઢીન કો કાયા બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
હાર ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા
સબકામ સિદ્ધ કરે સિદ્ધ ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
મંગલ કો વ્રત કરે ઔર કરે સેવા સબ ચિંતા દૂર કરે સિદ્ધ ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા....
Comments
Post a Comment