વિધવા સહાય રૂ.૧૨૫૦/ માસિક
વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન
યોજના રૂ.૧૨૫૦/ માસિક
![]() |
વિધવા સહાય માટે જરૂરી પુરાવા
•અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• અરજદારનું રેશન કાડૅ
• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
• અરજદારના પતિ ના મરણ નો દાખલો
•અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ
• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
• પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર
• અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)
•અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
•2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા
• અરજદારનું રેશનકાર્ડ
•પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે
•અરજદારના પતિનું મરણ નો દાખલો.
• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
•અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.
•અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
• ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા.
વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા(જે દરવર્ષે જુલાઈ મહિનામાં રજુ કરવાનું રહેશે.)
•અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
• પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.
• અરજદારના પતિનો મરણનો દાખલો
•અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ
• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
•અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
•2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
•વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
ખાસનોંધ-
•અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રૂ.૫૦ના સ્ટેમ્પ પર કરાવવું.
•દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું.
Comments
Post a Comment