કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે,
ચરણ તણુ ચરણામૃત લઇને, પ્રેમે પાય પખાળુ રે.
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
સરયુ જળથી સ્નાન કરાવું (2), તિલક કરું રૂપાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
કેડ કટારી ધનુષધારી (2), રઘુવીરને શણગારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
કાગ મુનિનું રૂપ લઇને (2), રાઘવને રમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
શબરી થઇને વ્હાલા સામે બેસી બોર જમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
મંગલમૂર્તિ રામની જોઇને (2), અતંરમાં હરખાવું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
હનુમાનજીના રામ તમારી,આરતી રોજ ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
Comments
Post a Comment