જોધલપીરબાપાની ગરબી
જોધલપીરની ગરબી-૧”
એક કેસરડી ગામ પર મહાન પીર સમરથ શૂરા રે, એના ઝબુક્યા લીલુડા નિશાન રે પીર છે પૂરા રે ટેક.
એક સિપાઈએ બકરી લીધી સમરથ શૂરા રે.
હતી લુલીને સાજી કીધી રે, પીર છે પૂરા રે ટેક.
પીરે ધોળકા જવાની હામ ઘાલી રે, સમરથ શૂરા રે.
એની અઘ્ધર ગાંસડી ચાલી રે, પીર છે પૂરા રે ટેક.
પીરે બાદશાહનું મનડું મોહ્યું રે, સમરથ શૂરા રે,
નજરે જોયું ને પાઠું ખોયું રે, પીર છે પૂરા રે ટેક.
પીરે આંધળાને આંખો આપી રે, સમરથ શૂરા રે, એની નવખંડ નામના ચાલી પીર છે પૂરા રે ટેક.
પીર સોમલના વખ વાળે રે, સમરથ શૂરા રે, પીરે પાણીમાંથી જાળ બાળી રે, પીર છે પૂરા રે ટેક.
પીર કૂવા ઉપર ચાદર ઢાળી રે, સમરથ શૂરા રે, પીર બેઠા છે આસન વાળી રે, પીર છે પૂરા રે ટેક.
પીર વાંઝિયાને પારણા બંધાવે રે, સમરથ શૂરા રે, દાસ કલ્યાણ ગુણલા ગાવે, પીર છે પૂરા રે ટેક.
'જોધલપીરની ગરબી-ર''
પીર જોઘલ જગતમાં આવીયા રે, રૂડા રૂપનાથના મન ભાવીયા રે.
જેને વાલા નકળંગના નામ પીરનો પહેલો અવતાર જનકનો, એ તો મેલ મટાડવા મનખનો રે, જેણે સોંપ્યા સુખદેવને જ્ઞાન
પીરનો બીજો અવતાર મેઘ ધારવો રે, એવો કપટી કાળીંગાને મારવોરે, એ તો પરણાવવા પોતાની કુવાર
પીર ત્રીજો અવતાર માયા તણો રે, એ તો છૂટા સરાપે હતો ઘણો રે, જેણે હોમ્યા સરોવરમાં હાડ
પીર ચોથા અવતારે અવતર્યા રે, એને મીરખાન બાદશાહ પાયે પડયા રે,
એણે ઓધારી અઢારે વરણ જેદી કાયમ કાળીંગાને મારશે રે,
તેદી સેવક પોતાના સુધારશે રે, ચરણે શોભાતા
કલ્યાણદાસ
Comments
Post a Comment