શ્રી જોધલપીરનું વ્રત


શ્રી જોધલપીરનો જન્મ સંવત ૧૩૧૬ ચૈત્ર સુદ પૂનમને શુક્રવારના દિવસે થયો હોવાથી લાખો લોકો શ્રી જોધલપીર બાપાના શુક્રવારનું વ્રત અને પૂજા કરતાં જોવા મળે છે. તેમની પૂજનવિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ.


પૂજનખંડમાં અથવા પૂજન સ્થળે શ્રી જોધલપીર બાપાનો ફોટો અથવા મૂર્તિ મૂકો. તેની સમક્ષ ઘી નો દીવો પ્રગટાવી ગુગળનો ધૂપ અથવા ગુગળની અગરબત્તી કરો. નૈવેદ્ય પ્રસાદમાં શ્રીફળ, ઘઉંના લોટનો મળીદો કરવો, પછી શ્રી જોધલપીર બાપાને પ્રણામ કરી બાપાનું ધ્યાન ઘરો અને “જોધલ આરાધના” ચોપડીનું વાંચન કરો. કુટુંબના સર્વે સભ્યો સાથે મળીને શ્રી જોધલપીર બાપાની આરતી કરો અને થાળ ધરાવો ત્યારબાદ પ્રસાદી વહેંચો.


જય શ્રી જોધલપીર


વ્રત કરવાથી મળતું ફળ


શુક્રવારનું વ્રત કરવાથી વ્રત કરનાર બેકાર હોય તો નોકરી-ધંધો લાગી જાય છે. નિર્ધન હોય તેને ધન પ્રાપ્તી થાય છે. રોગી હોય તે રોગ મુકત બને છે. બાળક ન હોય તો તેમને ત્યાં પારણું બંધાય છે. વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય છે. ઘરમાં કજીયા-કંકાસ થતાં નથી. ઘરમાં શાંતિ રહે છે અને આત્મ શકિતમાં વધારો થાય છે. શુક્રવારે શ્રી જોધલપીર બાપાનું વ્રત કરવાથી સુખ, શાંતિ અને સમૃધ્ધિ વધે છે. વ્રત કરનાર ઓછામાં ઓછા પાંચ, સાત, એકવીસ કે અખંડ જીવન સળંગ શુક્રવારના વ્રત કરી શકે છે.


જય શ્રી જોધલપીર


By

Comments

Popular posts from this blog

23માં હપ્તાના ₹2000 ક્યારે આવશે ખાતામા જુઓ માહિતી,અને સ્ટેટ્સ ચેક કરવાની પ્રક્રિયા

Happy birthday Tapi Mata

RIGHT TO EDUCATION,ધો 1થી8 મફત શિક્ષણ