જોધલપીર બાપા કથા
ભાગ – ૧ : બાળલીલાઓ અને અદભૂત વિચાર સંવત ૧૩૧૬ ચૈત્ર સુદ પુનમના પવિત્ર શુક્રવારે, મુ. પો. કેસરડી, તા. ધોળકા, જી. અમદાવાદ ના પવિત્ર ધરા પર મેઘવાળ સમાજમાં જન્મ્યા એક અદભૂત દિવ્ય સંત — જોધલપીર બાપા. નળ કાંઠા વિસ્તારમાં આવેલ ભાલભુમિ કેસરડી માં પાવન પગલાં પીર ના પડ્યા. પિતા દેવીદાસ અને માતા નીરુમા (ટાંકુમા) એ પોતાના ઘરમાં આ દિવ્ય સંતનો જન્મ જોઈ અતિ આનંદ માન્યો, મોટો ભાઈ જીવાજી એ પણ નાના ભાઈને સદાય પ્રેમ આપ્યો, પણ એ જાણતો નહોતો કે આ નાનો ભાઈ કોઈ સામાન્ય બાળક નહોતો — એ તો ભવિષ્યનો પ્રકાશ હતો, યુગો સુધી લોકોના મનમાં પ્રેરણા ફૂંકનાર મહાપુરુષ હતો. --- બાળપણથી જ જોધલપીર ખૂબ જ વિવેકી અને વીર સ્વભાવના હતા. માત્ર થોડા વર્ષના હતા છતાં આંખોમાં અજાણી તેજસ્વિતા અને હૃદયમાં ધર્મની ઊંડી સમજ હતી. રોજ મોટાભાઈ જીવાજી કુળદેવીઓની પૂજા કરતા હતા ઘરમાં ધૂપ, દીવા અને ફૂલોથી પૂજાનું પવિત્ર વાતાવરણ છવાયેલું હતું. નાના જોધલપીર ત્યાં આવ્યા — આંખોમાં તીવ્ર ભાવ અને મનમાં પ્રશ્ન એ બોલ્યા, “ભાઈ, આપણે આ પથ્થરની મૂર્તિઓની પૂજા કેમ કરીએ છીએ? આપણા કુળની રક્ષા આ મૂર્તિઓ કરશે કે આપણે જાતે?” ભાઈ આશ્ચર્યચકિત થઈ બોલ્યા, “આ તો આપણી ક...